મોરબીના રવાપર નજીક ગૌશાળામાં આગ લાગી, પાંચ કલાક બાદ કાબૂ મેળવાયો - The fire was contained in five hours
🎬 Watch Now: Feature Video
મોરબી : જિલ્લાના રવાપર ગામ પાસે આવેલી માધવ ગૌશાળામાં આગ ભભૂકી હતી. બપોરના 2 કલાકે ઓચિંતી આગ લાગી હતી. ગોડાઉનમાં રાખેલા ઘાસના જથ્થામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવને પગલે મોરબી ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનમાં ઘાસચારાનો જથ્થો હોય જેથી આગ પર કાબુ મેળવવા પાંચ કલાક જહેમત ઉઠાવવી પડી હતી. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. સદનસીબે બનાવમાં કોઈને ઈજા કે જાનહાની પહોંચી નથી, પરંતુ આગમાં ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો.