ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વીજ પોલ મુદ્દે કલેક્ટર કચેરીએ રજૂઆત અર્થે પહોંચ્યા - light pole
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: ધાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની પરવાનગી લીધા વગર ખેતરોમાં હેવી વીજ થાંભલાઓ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોના ખેતરમાં નુકસાન થઈ રહ્યાની ખેડૂત વર્ગમાંથી બુમરાણ ઊઠી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ ધાંગધ્રા પંથકના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા અને વડોદરાની ટ્રાન્સમિશન પ્રોજેક્ટના અધિકારીઓ ખોટી રીતે કાયદો હાથમાં લઈ રહ્યા છે તેવી ફરિયાદ સાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.