વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર ખુલ્યા - હનુમાનજી
🎬 Watch Now: Feature Video
બોટાદ : વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કોરોના વાઇરસની મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર આશરે છેલ્લા ત્રણેક માસથી બંધ રાખવામાં આવેલું હતું. જે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. અહીં દર્શન કરવા આવનાર ભક્તોને સેનેટાઈઝરથી હાથ સાફ કરવા તેમજ મોઢે માસ્ક બાંધી દર્શન માટે સોશિયલ ડીસ્ટન્સ રાખી પ્રવેશ આપવામાં આવશે. હાલમાં ફક્ત દર્શન માટે જ દ્વાર ખોલવામાં આવ્યા છે બાકીની તમામ વ્યવસ્થા બંધ રાખવામાં આવેલી છે.