4 મહિનાથી બંધ સયાજીબાગને ખોલવા માટે કોન્ટ્રાક્ટરે કરી માગ - Sayajibagh in Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેર સહિત સમગ્ર દેશમાં કોરોનાં વાઈરસે હાહાકાર મચાવ્યો છે. જેને વધુ પ્રસરતો અટકાવવા દેશમાં લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા હતા. છેલ્લાં 4 મહિનાથી વડોદરા શહેરમાં લોકડાઉનની પરિસ્થિતી રહેતાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી હતી.આ દરમિયાન સયાજીબાગ બંધ રહેતાં તેમાં આવેલી જોય ટ્રેન સહિત બાળકો માટેની વિવિધ રાઈડ્સ બંધ રહેતાં કોન્ટ્રાક્ટરને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે સોમવારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તંત્ર જો મંજૂરી આપે તો અમે કોરોનાં ગાઈડલાઈન મુજબની નીતિ-નિયમ મુજબ શરૂઆત કરવા માંગીએ છે.