જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં સતત બે દિવસથી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં સતત બે દિવસથી વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની ચૂકી છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માળિયા હાટીના તાલુકામાં સતત બે દિવસથી પડી રહેલ ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હાલતો અડદ, મગ, તલ તેમજ ઉનાળુ મગફળી સહીતના પાકને ભારે નુકસાની થતાં ખેડૂતોને ફરીવાર સરકાર પાસે સહાઇ માંગવાનો વારો આવ્યો છે. મગફળીની સીઝનમાં પાક લણતાની સાથે જ વરસાદ પડતાં મગફળીનો પાક ખેડૂતોને નિષ્ફળ ગયો હતો. જ્યારે ચાર માસ બાદ આજે ફરીવાર ખેડૂતોનો પાક તૈયાર થતાની સાથે જ વરસાદ પડતાં આ ઉનાળુ પાક પણ નિષ્ફળ જતાં ખેડુતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ તો ખેડૂતોની હાલત કફોડી બનતા ફરી સરકાર પાસે સહાઇની માંગ કરી રહ્યા છે, પરંતુ હવે સરકાર સહાઇ કરશે કે કેમ તે જોવાનું જ રહ્યું.