અરવલ્લીમાં લોકરક્ષક દળની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ - arvalli news
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ રાજ્ય સરકારે લોકરક્ષક દળની પરીક્ષાની જાહેરાત સિવાય મહિલા ઉમેદવારોની સંખ્યામાં 2485નો વધારો કર્યો છે. રાજ્ય સરકારના મહિલા અનામત કાયદા મુજબ કોઈ પણ સરકારી નોકરીમાં ૩૩ ટકા મહિલાઓ અને ૬૭ ટકા પુરૂષોને સ્થાન આપવામાં આવે છે. ત્યારે મહિલાઓની સંખ્યા 2485 વધારવામાં આવી છે. તેના સાપેક્ષમાં પુરૂષો ઉમેદવારોની પણ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે અરવલ્લી જિલ્લાના લોકરક્ષક ભરતી દળ ભરતીના ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાની વિનંતી કરી હતી.