ગુજરાતી સિટકોમ ફિલ્મ થપ્પોની ઘોષણા કરવામાં આવી - thappo gujarati movie
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મના વધતાં જતા ક્રેઝ અને લોકોના ખૂબ સારા અભિપ્રાયના લીધે ગુજરાતી ફિલ્મ સર્જકો વધુ ફિલ્મ બનાવી રહ્યા છે. એક નવી ગુજરાતી ફિલ્મ 'થપ્પો'ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં જાણીતા કલાકારો કામ કરશે જેમાં મયુર ચૌહાણ, ફરાઝ રાઉમા અને અભિનેત્રી રિદ્ધિ યાદવનો હશે. આ ફિલ્મ વિશે વધારે માહીતી આપતા પ્રદૂષણ પ્રતીક્ષા જણાવે છે કે, આ ફિલ્મ મધ્યમવર્ગને ધ્યાનમાં રાખી બનાવી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌપ્રથમવાર આ પ્રકારની કોમેડી બનશે. ફિલ્મમાં કુદરતી દ્રશ્ય કાલ્પનિક દુનિયાને વધારે મહત્વ આપીને સુંદર સેટ બનાવવાના છીએ. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. અને ફિલ્મ પણ ડિસેમ્બરમાં જ રિલીઝ કરવામાં આવશે.