સુરતમાં નવ વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર શિક્ષકની ધરપકડ - surat news
🎬 Watch Now: Feature Video
સુરતઃ વરાછાના ટ્યૂશન ક્લાસીસમાં અભ્યાસ કરતા નવ વર્ષીય બાળકને મોબાઈલમાં ગેમ રમવા આપ્યા બાદ જીતેન્દ્ર નામના શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતની જાણ વાલીને થતાં મામલો બહાર આવ્યો હતો અને વરાછા પોલીસે ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકે ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરતા અન્ય ચાર બાળકોને ઘરે મોકલી આપ્યા હતા અને એક બાળકને વધુ અભ્યાસ કરાવવાના બહાને રોકી રાખ્યો હતો. જ્યાં મોબાઈલમાં ગેમ રમવાના બહાને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.