ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ઓનલાઇન નોંધણીની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપાતા વિરોધ - purchase of groundnuts

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 4, 2020, 3:59 PM IST

પોરબંદર : જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અંતર્ગત ઓનલાઇન નોંધણીની કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે, ત્યારે રવિવારથી આ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ કામગીરીનો આદેશ એ કોર્ટના હુકમનો અનાદર થતો હોવાનું જણાવી આ કામગીરીમાંથી મુક્ત કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ DDOને લેખિત રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો આમ પણ ઓનલાઇન તાલીમ, ઓનલાઇન કાર્યક્રમો સહિતની કામગીરીના ભારણને કારણે આ વધારાની કામગીરી ન સોંપવા માટે લાખાભાઈ ચુંડાવદરા સહિતના આગેવાનોએ આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.