Navratri 2021: ભુજના શક્તિધામમાં ક્ષત્રિય મહિલા સભા દ્વારા તલવાર રાસ યોજાયો - નવરાત્રિ 2021
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13353166-thumbnail-3x2-ras.jpg)
ભુજ : નવરાત્રિના નવલાં નોરતાં ચાલી રહ્યા છે(Navratri 2021), ઠેર ઠેર અવનવી રીતે નવરાત્રિની ઉજવણી તથા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે ભુજના શકતિધામ ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા માતાજીના ગરબા અને તલવાર રાસ સાથે આરાધના કરવામાં આવી હતી. છેલ્લાં 12 વર્ષોથી અહીં અલગ જ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં તલવાર રાસની રમઝટ પણ જામે છે. અહીં દરબારી પોશાકમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ગરબા તેમજ દાંડિયારાસ રમે છે. અહીં ફક્ત મહિલાઓ માટે જ ગરબી યોજાય છે. તો દીકરીઓને નાનપણ થી જ સાહસિકતાના ગુણો વિકસિત થાય તે માટેનું જ્ઞાન અપાય છે. તો નવરાત્રીમાં તલવાર રાસ શીખવીને શૌર્ય રસ પીવડાવવામાં આવે છે.