જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ, 100 સ્પર્ધકોએ લીધો ભાગ - સ્પોર્ટ્સ સંકુલ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં ખેલ મહાકુંભ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્વિમિંગ સ્પર્ધા માટે યુવક-યુવતીઓ વહેલી સવારથી સ્પોર્ટસ સંકુલ ખાતે પહોંચી ગયા હતા. સ્પોર્ટ સંકુલના સ્વિમિંગ કોચ દ્વારા તમામ સ્પર્ધકોને સ્વિમિંગની બેઝીક માહિતી આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે વિજેતા ઉમેદવારો જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.