પોરબંદરમાં રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા અન્વયે સ્વિમિંગ કેમ્પનું આયોજન કરાયું - Swimming camp organized
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લામાં રામ સી સ્વિમિંગ કલબ દ્વારા છેલ્લા 20 વર્ષથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની તથા રાજ્યકક્ષાની સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આગામી 11 તથા 12 જાન્યુઆરીએ પણ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રામ સી સ્વીમીંગ કલબ દ્વારા તારીખ 1 થી તારીખ 10 સુધી આ સ્પર્ધામાં ભાગ લેનાર તરવૈયાઓ માટે નિષ્ણાતો દ્વારા સ્વિમિંગ કેમ્પનું આયોજન ચોપાટી ખાતે કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પોરબંદર કોમ્પિટિશન તથા 11 અને 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની સ્વિમેથોન 2020 યોજાશે. જેમાં ભારત દેશમાંથી અલગ-અલગ રાજ્યોમાંથી સ્પર્ધકો ભાગ લેશે.