ગુરૂપૂર્ણિમાઃ સ્વામી આત્માનંદ ગુરુજી 500થી વધુ વિદ્યાર્થીઓને આપે છે દેવભાષા સંસ્કૃતનું જ્ઞાન - Swami Atmanand
🎬 Watch Now: Feature Video
સુરતઃ આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે. જેમ કે હિન્દુ મંદિર જાય છે, શીખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ખ્રિસ્તી લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા પ્રકાર પણ હોય છે. પરંતુ એક એવી વસ્તુ છે જેને બધા લોકો એક સાથે માને અને પૂજે છે અને તે છે "ગુરૂ". ગુરૂ જ આપણી અંદર અજ્ઞાનતાનો અંધકાર મટાવી આપણી અંદર જ્ઞાન પ્રકાશ ભરે છે. એવી માન્યતા છે કે આ રીતે કોઈ એક આષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો, તેના જ નામ પર તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વેદ જ્ઞાન આપ્યું હતું. પહેલીવાર વેદ દર્શન માનવ જાતિના મધ્ય લાવવાના કારણેથી તેમને પ્રથમ ગુરૂનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી તે દિવસે તેનો જન્મ દિવસના રૂપમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. ગુરુપૂર્ણિમા ના આ ખાસ તહેવાર નિમિત્તે ઈટીવી ભારતની ટીમે માંગરોળના સાવા પાટિયા પર આવેલા સ્વામી આત્માનંદ આશ્રમની મુલાકાત લીધી. સ્વામી આત્માનંદે બાળપણથી જ દીક્ષા લઈ સંન્યાસના રસ્તે જવાનું નક્કી કર્યું હતું, તેમને વિવિધ આશ્રમો તથા ગુરુકુળમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સ્વામી આત્માનંદને દંડી સન્યાસી કહેવામાં આવે છે. સ્વામીજીએ પોતાની જમીનને શાળા ટ્રસ્ટને દાન કરી તેમાં તેજસ્વી વિદ્યાલય નામની શાળા પણ બનાવામાં આવી છે. આ શાળામાં 500થી વધુ વિદ્યાર્થીઓ ગુરુજીના સાનિધ્યમાં ભણે છે અને જીવનનો બોધપાઠ શીખે છે.