સંતરામપુરમાં સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર - આદિવાસી સમાજ
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંજીયાખુંટ ગામના આદિવાસી સમાજ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નગરપાલિકાની ગટરના ગંદા પાણીના નિકાલ માટે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યા બાબતે ગ્રામજનોએ વિરોધ દર્શાવી સંતરામપુર મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી છે. તેમજ જો આ પ્લાન્ટ રદ કરવામાં નહીં આવે તો ગામજનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ચાલીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.