ગુજરાતી ફિલ્મ"ચીલઝડપ"માં પ્રથમ વખત જોવા મળશે સુશાંત સિંહ - અભિનેતા સુશાંત સિંહ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2019, 10:51 PM IST

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મની બોલ-બાલા ચાલી રહી છે.ત્યારે ફરી એક ગુજરાતી અર્બન ફિલ્મ લોકોનું દિલ જીતવા આવી રહી છે.એક્શન અને રોમાન્સથી ભરપૂર એવી "ચીલઝડપ" ફિલ્મ આગામી 6 સેપ્ટમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મના પ્રોડ્યુસર રાજુ રૈસિંઘણી અને ડાયરેકટર ધર્મેશ મેહતા છે, અને જો સ્ટાર કસ્ટની વાત કરીએ તો જાણીતા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં લીડ રોલમાં અભિનેત્રી સોનિયા શાહ અને અભિનેતા સુશાંત સિંહ જોવા મળશે.તો આ સાથે જ દર્શન જરીવાલા અને જીમિત ત્રિવેદી પણ ખૂબ જ રસપ્રદ રોલમાં છે.આ ફિલ્મ એક નજરે જોતા બોલિવુડની ફિલ્મ જેવી જ લાગે છે કારણ કે, ફિલ્મને સમગ્ર રીતે બોલીવુડ સ્ટાઇલમાં ઢાળી દેવામાં આવી છે.જાણીતા બોલિવિડ એકટર સુશાંત સિંહની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે.આ ફિલ્મમાં સસ્પેન્સ,રોમાંચ અને હાસ્ય ભરપૂર છે જેથી દર્શકોને આ ફિલ્મ જરૂર ગમશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.