વડોદરામાં ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગનો સર્વે - Survey of GST department in Vadodara
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4739477-thumbnail-3x2-v1.jpg)
વડોદરાઃ જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે ગરબા આયોજકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે તેમજ રાજવી પરિવાર આયોજીત પેલેસ હેરિટેજ ગરબાની ઓફિસે પણ સર્વે જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જોકે ગરબા દરમિયાન ગ્રાહકો પાસેથી આડેધડ રકમ વસુલાઈ હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી રહી છે. ઉપરાંત આવક અને જાવકનો હિસાબ પણ જોવામાં આવશે.