સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાનો પદગ્રહણ સમારોહ યોજાયો - સ્નેહમિલન કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાનો પદગ્રહણ તથા અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ભાજપના આગેવાનો સહિત ભાજપના સક્રિય કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાભ પાંચમના શુભ દિવસે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈનો પદગ્રહણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈ.કે.જાડેજા, કુંવરજી બાવળીયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. સમારોહ વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઝાલાવાડની પ્રખ્યાત મંદિરના સંતો મહંતો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. સમારોહ સ્વર્ગસ્થ મૃગેશભાઈ રાઠોડને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલે નવા નિયુક્ત થયેલા જગદીશભાઈ મકવાણાને કાર્યભાર સોંપ્યો હતો.