સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક, નારાજ કાર્યકરો અમિત ચાવડાને મળવા પહોંચ્યા - કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા તાજેતરમાં હોદ્દેદારોની વિવિધ હોદ્દા પર નિમણૂક જાહેરાત કરવામાં આવતાંની સાથે જ સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ઝાલાની નિમણૂક થતાં શહેરનું સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જેના પગલે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો જિલ્લાના પૂર્વ હોદેદારો અને પૂર્વ સદસ્યો સહિત 100થી વધુ કોંગ્રેસી કાર્યકરો અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે અમિત ચાવડાને મળવા માટે પહોંચી જઈને રજૂઆત કરી હતી. કાર્યકરો દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું નહી આપી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામગીરી ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત સહિતની સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આવા સંજોગોમાં અસંતોષની લાગણી ફેલાય છે ત્યારે પ્રદેશ સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી કોંગ્રેસ કાર્યકરોની માગ ઉઠી છે.