સુરતનું સિન્થેટીક ફેબ્રિક કાપડ બન્યુ આખા વિશ્વમાં જગવિખ્યાત - Gujarat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 9, 2019, 12:44 AM IST

સુરત: ડાયમંડ નગરીની સાથે સાથે કાપડ નગરી તરીકે પણ સુરતનો દબદબો આજે પણ યથાવત છે. સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે સુરતનું નામ મોખરે છે. સમગ્ર એશિયામાં સુરતને સિન્થેટીક ફેબ્રીક કાપડના હબ તરીકે ગણવામાં આવે છે. વર્ષોથી કાપડની નિકાસ કરતા સુરતને વિશ્વભરમાં ઓળખ ઉભી કરી છે. હવે માત્ર દેશમાં જ નહી વિદેશમાં પણ કોટન સ્પીનીંગની માગમાં વધારો થતાં સુરતની કાપડ નિકાસમાં પણ વધારો થયો છે. રાજ્યનો પ્રથમ સહકારી ક્ષેત્રેનો ઓટોમેટિક કોટન સ્પીનિંગ યાર્ન પ્રોજેકટ સુરતના દિણોદરમાં નિર્માણ પામ્યો છે. સુરતના વણકર સહકારી સંઘ દ્વારા 145 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાતમાં કોટન સ્પીનિંગની ફેક્ટરી શરુ કરવામાં આવી છે. આ યુનિટનું પ્રથમ વર્ષનું ટર્ન ઓવર 90 કરોડ હતું, જે વધીને આજે 100 કરોડે પહોંચ્યુ છે. આજે અમેરિકા, ચાઇના જાપાન જેવા દેશોમાં મોટા પ્રમાણમાં કોટન સ્પીનિંગ સુરતના માંગરોળથી મોકલવમાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.