સુરતમાં કોરોનાનો કહેર વધ્યો, મનપા કમિશ્નર બંછાનીધીએ વિસ્તારોની લીધી મુલાકત
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરમાં દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી છે. શહેરમાં રોજના 250 થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. જોકે રાજય સરકારે સુરતમાં રાતે કફર્યુ અમલી કર્યું છે. આ ઉપરાંત સુરતનું તંત્ર પણ એલર્ટ મોડમાં છે. સુરતમાં મનપા કમિશ્નર બંછાનીધી પાની ખુદ દરેક વિસ્તારમાં જઈ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. આ દરમિયાન બુધવારે તેઓએ વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક, સરથાણા, સહિતના વિસ્તારની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે આ વિસ્તારમાં થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને ટેસ્ટીંગ ખાસ કરાવવા અપીલ કરી હતી અને લોકોને જેમ બને તેમ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક ફરજીયાત પહેરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.