પતિ પત્નીએ દારૂ પીધા બાદ ઝધડો થતાં પતિએ લગાવી મોતની છલાંગ... - suicide news in jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં ભુતિયા બંગલા પાસે આવેલા મીની તળાવમાં ગુરૂવારે સાંજે પતિ-પત્નીએ સાથે દારૂ પીધા બાદમાં ઝધડો કર્યો હતો. જ્યારબાદ પતિએ ઊંડા પાણીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા આ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બે કલાક સુધી યુવકના મૃતદેહની શોધખોળ કરી હતી, પરંતુ કન્સટ્રકશનના કામકાજને કારણે યુવકનો મૃતદેહ સળીયામાં ફસાઈ ગયો હતો. ફાયર ટીમ દ્વારા સતત બે કલાક યુવકના મૃતદેહના શોધખોળ કરવામાં આવી હતી. જો કે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને બાદ મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતી.