કોરોના ટેસ્ટિંગ વધારવા કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત - Vadodara latest news
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને નગરોમાં વધતા જતાં કોરોનાં સંક્રમણને પગલે વડોદરા જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જિલ્લા વિકાસ અધિકારીને મળ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કોકોની અધ્યક્ષતામાં મહામંત્રી દિલીપ ભટ્ટ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ એમ.આઈ.પટેલ સહિત અગ્રણીઓએ DDOને એક આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં વધતાં કોરોનાના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી કોરોનાં સંક્રમણને અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાં ટેસ્ટ વધારવા માટે માગ કરી હતી. તેમજ કોવિડ- 19 કેર માટે હોસ્પિટલની વ્યવસ્થા અને ફંડ વિશે પણ માહિતી માગી હતી.