વિસનગરની નૂતન સાયન્સ કોલેજમાં ફી ભરવા મામલે વિદ્યાર્થીઓનો હોબાળો - nutan Science College
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ વિસનગરની નૂતન સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થી સંઘઠનના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ ફી મામલે હોબાળો મચાવ્યો હતો. કોરોના વાઈરસના કારણે સ્કૂલો તેમજ કોલેજો બંધ હતી. જો કે, આ સમયગાળામાં ક્યાંક શિક્ષણ ઓનલાઈન દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને મળતું હતું, જ્યારે કેટલાકને નહોતું મળતું. આ સંજોગો વચ્ચે વાલીઓ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યા છે. ત્યારે નૂતન સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓનું સેમેસ્ટર પ્રમાણે ફીનું કોસ્ટ બદલી દઈ ફી વધારો ઝીંકી દેવાના આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરાયો છે. વિદ્યાર્થી સંઘઠન દ્વારા જે સમયે સંસ્થામાં શૈક્ષણિક કાર્ય બંધ હતું, તે સમયની ફી માફ કરવા અને રાહત આપવા આવેદનપત્ર આપી માગ કરાઈ છે. જો કે, સંસ્થાના ડિન દ્વારા વિદ્યાર્થીઓની રજુઆત મેનેજમેન્ટ સુધી મોકલી આપી યોગ્ય નિર્ણય લેવાશે તેવુ માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે.