અરવલ્લીમાં પેન્શન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો - પેન્શન વિતરણ કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં સરકારી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીનાં પ્રથમ દિવસે મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સરકારે પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનામાં છુટક વેપારીઓ, દુકાનદારો, સ્વરોજગારમાં રોકાયેલા લઘુ વ્યાપારીઓ માટેની પેન્શન યોજનામાં લાભાર્થીની ઉંમર 18થી 40 વર્ષની હોય તેમને માસિક ફાળાની રકમ રૂપિયા 55થી 200 એકદમ નજીવા પ્રિમિયમથી પેન્શનના હકકદાર બની શકે છે. લાભાર્થી 60 વર્ષ પૂર્ણ થાય ત્યારે માસિક રૂપિયા 3000નું પેન્શન ચાલુ થશે. જોકે 10 વર્ષ પહેલાં કે પછી એક્ઝીટ કરે તો લાભાર્થીને તેના ફાળાની રકમ જ સેવિંગ બેન્કના વ્યાજ સહિત મળશે. લાભાર્થીના અવસાનના કિસ્સામાં તેના પતિ અથવા પત્ની ફાળો આપીને ચાલુ રાખી શકે અથવા એક્ઝીટ કરે તો, લાભાર્થીને ફકત તેના ફાળાની રકમ વ્યાજ સહિત પરત મળશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થી સીવીક સેન્ટર/જનસેવા કેન્દ્રો/ વી.સી.ઇ મારફત રજીસ્ટ્રેશન , સિવિક સેન્ટર/ જનસેવા કેન્દ્રો/ વી.સી.ઇ ખાતે ફેસીલીટેશન સેન્ટર ખાતે રજીસ્ટ્રેશન કરી અને બીજા અન્યને પણ જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાએ પ્રાસંગિક પ્રવચનામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી-શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાનો લાભ બાંધકામ શ્રમયોગી, આયુષ્માન, PMJJBY/PMSBYના લાભાર્થી, ખેત મજુરો, રીક્ષા ચાલકો, આશા વર્કરો, APMCમાં કામ કરતા મજૂરો, મધ્યાહન ભોજનના વર્કરો, ફેરિયાઓ, બીડી વર્કરો, હેન્ડલૂમના કારીગરો, આંગણવાડી વર્કરો વગેરે આ પેન્શન યોજનાનો લાભ લઇ શકશે.