નર્મદાના રાજપીપળામાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉન - Rajpipla News
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે સમસ્ત વ્યાપારી મંડળે પ્રજાહિતમાં બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. રાજપીપળામાં હાલ પૂરતી દુકાનો સવારે 7થી બપોરના 2 સુધી જ ખુલ્લી રાખવવાનો નિર્ણય કરાયો છે, જેથી ગામડામાંથી આવતા ગ્રાહકોની ભીડ ઓછી થાય. જો કે તંત્ર દ્વારા અહીં કોઈ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રજાહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ વેપારી મંડળના પ્રમુખે જણાવ્યું હતું.