મહિસાગરના લુણાવાડામાં રક્ષાબંધનના પવિત્ર નિમિતે ખાસ પ્રકારની કેકનું આયોજન - mahisagar news
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ વર્ષો વર્ષથી દર રક્ષાબંધન પર બહેન ભાઈની રક્ષા માટે મીઠાઈ ખવડાવી રાખડી બાંધતી હોય છે. પરંતુ, આ વખતે બહેનો મીઠાઈની જગ્યાએ કેક કાપી ભાઈને ખવડાવી રક્ષાબંધન ઉજવશે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કેકના વેપારીએ રક્ષાબંધન તહેવાર પર તેમના મહિલા ગ્રાહકોને કંઈક નવું આપવાનું વિચારીને કેક વેપારીએ રાખી કેક બનાવી છે.