હિરણ નદીમાં આવેલા પુરને પગલે સોમનાથનું ત્રિવેણી સંગમ છલકાયું - Somnath Triveni Sangam
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લામાં રવિવાર રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગીર જંગલના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હિરણ-2 ડેમના સાતેય દરવાજા ખોલવાની પરિસ્થિતિ સર્જાઇ હતી, ત્યારે હિરણ નદીનું પાણી સોમનાથ નજીક આવેલા હિરણ કપિલા સરસ્વતીના ત્રિવેણી સંગમમાં આવી ચડતા ત્રિવેણી સંગમ છલકાયું હતું અને ત્રિવેણી સંગમના બાંધને પાર કરીને પાણી અરબી સમુદ્રમાં સમાયું હતું. પવિત્ર ત્રિવેણી સંગમ છલકાતા લોકોને ત્યાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.