અંબાજીમાં માતાજીની આરતી કરી ગરબાનું કરવઠું પૂર્ણ કર્યું
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : કોરોનાની મહામારીના કારણે રાજ્યભરના મંદિરોમાં તેમજ પાર્ટીપ્લોટ ખેલૈયા વગર સૂમસામ જોવા મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચરચોકમાં 70 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવયુવક પ્રગતિ મંડળના સભ્યો દ્વારા માતાજીના ચાચરચોકમાં માતાજીની આરતી કરી ગરબાનું કરવઠું પૂર્ણ કર્યું હતું. આજે અંબાજી મંદિરના ચાચરચોકમાં ગાયના છાણમાંથી બનાવેલા 1008 દીવડાઓમાં ગાયના શુદ્ધ ઘી વડે દીવડા પ્રગટાવી 1008 દીવડાનો ગરબો પ્રગટાવ્યો હતો. જેમાં આયોજક મંડળના સભ્યો દ્વારા ચાચરચોકમાં સોશ્યિલ ડિસ્ટન્સમાં બેસીને માતાજીની ધૂન બોલાવી નોરતાના પ્રથમ રાત્રીનું સાદગી પૂર્ણ મહોત્સવ ઉજવ્યો હતો.