પાટણમાં સિદ્ધહેમ શાખા દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો - વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
🎬 Watch Now: Feature Video
પાટણઃ ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા દ્વારા રાજસ્થાન હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં રાજસ્થાન હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ 14 ડોક્ટરોએ હૃદયરોગના, હાડકાના રોગના, પેટના રોગના, લીવરના રોગના, મગજના રોગના કરોડરજ્જુ અને મણકાના રોગના, બાળરોગ કેન્સરના રોગના દર્દીઓની તપાસ કરી હતી. એક હજારથી વધુ દર્દીઓએ આ મેગા કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીઓને ecg ,સોનોગ્રાફી તેમજ એક્સ-રેની વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી હતી.