ડાંગમાં મહાશિવરાત્રીનાં પર્વ નિમિતે પૌરાણીક મંદિરોમાં ઘોડાપુર ઉમટ્યા
🎬 Watch Now: Feature Video
ડાંગ : જિલ્લામાં મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે જિલ્લાભરનાં પૌરાણિક શિવાલયો બમ બમ ભોલેનાં ગુંજારવથી ગુંજી ઊઠ્યા હતા. શિવરાત્રીનાં દિવસે ઠેર ઠેર ભરાયેલા લોકમેળા(જાત્રા)ખરીદીની સાથે આકર્ષણનાં કેન્દ્ર બન્યા હતા. જેમાં શબરીધામ ખાતેનાં પંપેશ્વર મહાદેવ મંદિર, ભેંસકાતરીનું માયાદેવી મંદિર, બરમ્યાવડનું શિવમંદિર, નવાગામ ખાતે તવલેશ્વર મહાદેવનું મંદિર, સાપુતારાનું નાગેશ્વર મહાદેવ મંદિર, બિલમાળનું અર્ધનારેશ્વર મંદિર, ચીંચલી તેમજ ખાતળ માછળી ખાતે પ્રાચીન સમયમાં રાણી અહલ્યાબાઈ હોળકર દ્વારા નિર્માણ પામેલા પૂર્ણેશ્વર મહાદેવ મંદિર, નિંબારપાડાનું શીવમંદિર, તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણા સહિત શિવાલયો ખાતે શુક્રવારે સવારથી જ ભગવાન શિવજીનાં દર્શનાર્થે ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો.