સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવીએ રાજકોટ પોલીસની કામગીરીને લઇને ગીત બનાવ્યું - સાંઈરામ દવે
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન-3 લાદવામાં આવ્યું છે, ત્યારે પોલીસ દ્વારા ચૂસ્તપણે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મીઓ પોતાના જીવનના જોખમે પરિવારની ચિંતા કર્યા વિના 24 કલાક લોકોની સેવામાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે ગુહરત્ન સુપ્રસિદ્ધ કલાકાર એવા સાંઈરામ દવે અને લોકગાયક કીર્તિદાન ગઢવીએ રાજકોટ પોલીસ માટે એક ગીત તૈયાર કર્યું છે અને પોલીસને ભેટ આપ્યું છે. આ ગીત હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ લખ્યું છે, જ્યારે કીર્તિદાન ગઢવીએ પોતાનો સ્વર આપ્યો છે. આ ગીતમાં રાજકોટ પોલીસની કામગીરીને લોકડાઉન સમયે બિરદાવામાં આવી છે. જેને રાજકોટવાસીઓ પણ બિરદાવી રહ્યા છે. આ ગીત પોલીસને અર્પણ કરવામાં આવતાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ બન્ને દિગગજ કલાકારોનો આભાર માન્યો છે.