ગોંડલ માર્કેટ યાર્ડમાં પાંચ કલાકમાં 1 લાખ ગુણી મગફળીની આવક - મગફળીનો પાક નિષ્ફળ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં પણ સૌરાષ્ટ્રમાં મગફળી માટે નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક જોવા મળી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં રવિવારના રોજ 5 કલાકમાં 1 લાખ ગુણી મગફળીની આવક થઇ છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં અંદાજે મગફળીની આવક 2.5 લાખ ગુણીની થઇ છે. માર્કેટ યાર્ડમાં મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 600થી લઈને 1071 સુધીના બોલાયા હતા.