અમદાવાદમાં કોર્પોરેશન રસ્તાનું તેમજ જગન્નાથ મંદિરના નવનિર્માણનું કામ શરૂ કરશે - અમદાવાદ જગન્નાથ મંદિરનું નવનિર્માણ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: દિવાળી પૂરી થઈ ગયા બાદ હવે કોર્પોરેશન શહેરમાં 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત શહેરમાં તહેવાર બાદ થયેલા કચરાનો નિકાલ કરવા તુરંત કામ હાથ ધરશે. બીજી તરફ દિવાળી પહેલા મોટા ભાગના ખરાબ રોડ પેચ વર્ક થઈ ગયા છે અને બાકી રહેલા ખરાબ રસ્તા કે તે વિસ્તારમાંથી કોર્પોરેટર જણાવ્યાં મુજબ રિસરફેસ કરવામાં આવશે અને જરૂરિયાત પ્રમાણે નવા રોડ બનાવવામાં આવશે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં જગન્નાથ મંદિરના નવનિર્માણનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. જે કામને આશરે 4 વર્ષમાં પૂરું કરવામાં આવશે.