વડોદરામાં વીજ બીલ રીડિંગ ખોટું હોવાના આક્ષેપ સાથે રહીશોએ નોંધવાયો વિરોધ - વિજ બિલ
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગરના રહીશોને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વીજબીલ આપવામાં આવ્યા છે, ત્યારે વીજ બિલમાં ખોટું રીડિંગ લેવાયું હોય અને બિલ વધારે આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે આનંદ નગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્રીત થઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને વીજબિલ હાથમાં રાખી વિરોધ દર્શાવ્યો હતો અને વીજળી બિલમાં રાહતની માગ કરી હતી. આ તકે એક સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિમાં કોઈ આવક થઈ નથી. આ સાથે અન્ય વેરા બિલ તેમજ સ્કૂલ બિલ પણ ભરવાના છે, ત્યારે તોતીંગ બિલ ભરવું શક્ય નથી તેથી પુનઃરીડિંગ લેવામાં આવે અને વીજ બીલમાં રાહત મળે તેવી માગ છે.