કલ્યાણ નગરના રહેવાસીઓનું ઘરોની માગ સાથે કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન - Kalyan Nagar
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના કલ્યાણ નગરના રહેવાસીઓ ઘરોની માગ સાથે કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો. જેમાં મહિલાઓએ માગ કરી હતી કે, કલ્યાણ નગરમાં જ ઘર ફાળવવામાં આવે જેથી ત્યાંના લોકોને શાળા અને સરકારી લાભો મળી શકે. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના રહેવાસીઓ પોતાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. જો કે, કલ્યાણ નગરના રહેવાસીઓ દ્વારા શહેરના સુર સાગર ખાતે આત્મ વિલોપનની ચીમકી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રહેવાસીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.