Republic Day 2022 : અમદાવાદમાં 73માં ગણતંત્ર દિવસ પર 73 ફુટના ધ્વજ સાથે રેલી યોજાઇ - Ahmedabad Happy Republic Day
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમદાવાદના જમાલપુર ખાતે 73 ગણતંત્ર દિવસની ઉજવણી (Republic Day 2022) કરવામાં આવી હતી. જેમાં 73 ફુટના ધ્વજ બનાવી આઝાદીની લડતમા પોતાનુ જીવ આપનારના પોસ્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોકલેટ અને બિસ્કીટ, માસ્ક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ રેલી અમદાવાદના ઐતિહાસિક દરવાજા જમાલપુર દરવાજાથી શરુઆત (Republic Day 2022 Celebrations in Ahmedabad) કરવામાં આવી. રેલીમાં દરેક ધર્મના લોકો જોડાયા અને રાષ્ટ્રીય એકતા કોમી એકતાનું પ્રતિક સમાજની સામે મુક્યું હતું.