કચ્છ અનલોક-1 સાથે ધમધમી રહ્યું છે, સોમવારથી ધાર્મિક સ્થળો ખુલશે - NEWS IN KUTCH
🎬 Watch Now: Feature Video
કચ્છ: કોરોના મહામારી વચ્ચે આત્મનિર્ભરતા સાથે સમગ્ર દેશ સાવચેતી અને જાગૃતિ સાથે કોરોના સાથે જીવતા શીખી રહ્યો છે. તેની સાથે સરહદી કચ્છ પણ ધમધમતું થઈ ગયું છે. કચ્છમાં 18 એકટીવ કેસ હાલ સારવાર હેઠળ છે. આ વચ્ચે અનલોક 1થી છુટછાટ સાથે લોકો ફરી રાબતા મુજબ જીવન જીવતા થયા છે. બીજી તરફ આગામી સોમવારથી કચ્છના વિવિધ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. ત્યારે ચોક્કસ નિયમોના પાલન સાથે ભાવિકો દેવદર્શન, આરતી, ગુરૂબાની, અજાન કરશે, અને પોતાની શ્રદ્ધાકવચ મેળવતા થશે.