મેઘ મહેર: જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ બીજી વખત ઓવરફ્લો થયો - સસોઈ ડેમ ઓવરફ્લો
🎬 Watch Now: Feature Video
જામનગર: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામનગરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જળાશયો ઓવરફલો થયા છે. જામનગરની જીવદોરી સમાન રણજીત સાગર અને સસોઈ ડેમ ઓવરફ્લો થયા છે. મોટાભાગના ડેમ ઓવરફલો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જે બાદ જામનગર વહીવટી તંત્રએ નિચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે. 27 ફુટની સપાટી ધરાવતો રણજીતસાગર ડેમ હાલ બે ફૂટની ઉંચાઈથી ઓવરફ્લો થયો છે. જામનગર જિલ્લામાં કુલ 24માંથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે અને ચાર જળાશયોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઇ છે.