અમદાવાદમાં રામોલ ટોલટેક્સ પાસે કચરામાં સોલ્વન્ટ નાખતા લાગી આગ - ahmedabad fire department
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રામોલ ટોલ ટેક્ષ પાસે કચરામાં સોલ્વન્ટ અને FRP દ્રાવણ નાખવાથી આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદકાબુ મેળવાયો હતો. સામાન્ય કચરાને બાળવા માટે પણ સોલ્વન્ટ જેવું અતિ તીવ્ર જ્વલનશીલ પદાર્થ કચરામાં ભેળવતા સામાન્યથી પણ વધુ તીવ્રતાની આગ લાગી હતી. જો કે, આ આગથી કોઈ જાનહાનિ કે, દાઝ્યાની ઘટના બની ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.