રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સામે આવ્યો મચ્છરોનો ત્રાસ - Rajkot latest news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. હાલ યાર્ડમાં શિયાળુ પાકની બમણી આવક જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ યાર્ડમાં સતત મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. હાલ યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતો સાથે વેપારીઓ અને મજૂરો બેડી ગામના અંદાજિત દોઢ લાખ વિસ્તારવાસીઓ સતત મચ્છરોનો અસહ્ય ત્રાસ સહન કરી રહ્યા છે. જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈને આગામી દિવસોમાં વેપારી એસોસિએશન દ્વારા મચ્છરોના ત્રાસને લઈને યાર્ડને બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.