રાજકોટ મનપાની વેરો ન ભરનાર ઇસમો વિરૂદ્ધ લાલઆંખ, દોઢ મહિનામાં રૂ.174 કરોડ વસુલ્યા
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા ન ભરનાર ઈસમો વિરુદ્ધ લાલઆંખ કરી છે. તેમજ વિવિધ ટિમ બનાવીને હાલ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં મેગા ઝુંબેશ કરી વેરો વસુલવામાં આવી રહ્યો છે. વેરો ન ભરનાર ઇસમની મિલ્કત સીલ તેમજ નલ કનેક્શન કાપી નાખવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા દોઢ મહિનામાં મનપા દ્વારા રૂ.174 કરોડની વસુલાત કરવામાં આવી છે. તેમજ આગામી માર્ચ મહિનો પૂર્ણ થાય તે પહેલાં મનપા દ્વારા હજુ રૂ.70 કરોડની વસુલાત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે મનપા દ્વારા રૂ.238 કરોડની વેરા વસુલાતનો લક્ષ્ય હતો. તેની સામે મનપા દ્વારા મોટાભાગનો વેરો વસૂલી લીધો છે. તેમજ વેરો ન ભરનાર ઇસમોની મિલકત સિલ્કરવા સુધીની પણ કાર્યવાહી કરવા આવી રહી છે.