બાળકી દુષ્કર્મ કેસ: રાજકોટના વકીલો આરોપીનો કેસ નહીં લડે - રાજકોટના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટમાં બે દિવસ અગાઉ એક શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ પોલીસે આ ગંભીર આરોપના અપરાધી હરદેવ માગરોલીયાને 24 કલાકમાં જ ઝડપી પાડયો હતો. જ્યારે બીજી તરફ આ ઘટનાને રાજકોટ બાર એસોસિએશન દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. એક પણ એડવોકેટે આરોપીનો કેસ ન લડવો તેવો સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો છે. ઉપરાંત પીડિતાને ન્યાય મળી રહે તે માટે તેના સમર્થનમાં સોમવારે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ વકીલો દ્વારા કરવામાં આવી હતી.