મોરબી જિલ્લામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ, ખેતરોમાં નુકસાન - ડેમના દરવાજા ખોલવા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4606637-thumbnail-3x2-aaaaa.jpg)
મોરબી: જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે ત્રણ દિવસથી સત્તત વરસાદ વરસી રહ્યો છે અને મોરબી જિલ્લામાં સતત વરસતા વરસાદને પગલે ડેમોના દરવાજા ખોલવાની ફરજ પડી છે. મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માળિયામાં ૩૦ mm, હળવદમાં ૨૦ mm, મોરબીમાં ૧૫ mm અને વાંકાનેરમાં ૩ mm વરસાદ નોંધાયો છે. સતત વરસાદને પગલે મોરબી જિલ્લાના ડેમી ૨ અને ડેમી 3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં ડેમી ૨ ડેમના ૪ દરવાજા અને ડેમી 3 ડેમના ૩ દરવાજા ખોલાયા છે.