જૂનાગઢ પંથકમાં વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી - વરસાદી વાતાવરણથી ઠંડક પ્રસરી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો રહ્યો હતો. સવારથી જ શહેર પર કમોસમી વરસાદના વાદળો ઘેરાઈ રહ્યા હતા. માવઠા રૂપી કમોસમી વરસાદ ચિંતાનું કારણ બને તેવી આશંકાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 24 કલાકમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાનથી વાતાવરણમાં પલડો જોવા મળ્યો હતો. જો કે, શુક્રવારે વહેલી સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા. શુક્રવાર સવારથી જ જૂનાગઢ શહેર અને જિલ્લાના ઘણાખરા તાલુકાઓમાં કમોસમી વરસાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. જેને લઇને હવામાન વિભાગે પણ માવઠા રૂપી કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એક તરફ ચોમાસુ ખૂબ જ લંબાયું હતું. જેને કારણે ખરીફ પાકોમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. રવિ પાકોની સિઝન ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં માવઠા રૂપે કમોસમી વરસાદ પડે તો ખરીફની સાથે રવિ પાક પણ નષ્ટ થવાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળ્યા હતા.