ભુજના હમીરસર તળાવમાં નવા નીરની થઇ આવક - હમીરસર તળાવ
🎬 Watch Now: Feature Video
કચ્છ: ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની સામનો કરી રહેલા કચ્છ જિલ્લામાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદથી સમગ્ર સુકો મુલક મલકાઈ ઊઠ્યો છે. સાવત્રિક સચરાચાર અને સાબેલાધાર વરસાદથી કચ્છના તમામ ગામો અને શહેરોમાં પાણી પાણી થઇ ગયું છે. નવા નીરથી છલકાયેલા તળાવો વધાઈ રહ્યા છે ડેમમાં નવા નીર આવ્યા છે. ત્યારે ભુજના હૃદય અને કચ્છી જનોને જેની સૌથી વધુ રાહ હોય તેવા હમીરસર તળાવમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.