અરવલ્લીમાં ધોધમાર વરસાદ થતાં કોઝ વે પર પાણી ફરી વળ્યા - Etv Bharat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4272614-thumbnail-3x2-rain.jpg)
અરવલ્લી: જિલ્લામાં ભારે વરસાદને કારણે માલપુર, મોડાસા, મેઘરજ,ધનસુરા,બાયડ અને ભિલોડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાયા છે તો ક્યાંક કોઝ વે પર પાણી ફરી વળ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. બાયડ તાલુકાના ગાબટથી સાઠંબા રોડ પર રૂપનગર પાસે કોઝ વે પર પાણી ફરી વળતા બન્ને તરફના 30થી વધુ ગામોના લોકોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બાયડના ગાબટ સાઠંબા રોડ પર આવેલા રૂપનગર પાસે કોઝવે પર પાણી ફરી વળતા ગામ લોકોના ટોળેટોળા પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા.