અરવલ્લીમાં વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી - latest news in Aravalli
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : સતત બીજા દિવસે જિલ્લાના મોડાસા શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી ધમાકેદાર રહી હતી. જિલ્લામાં લગભગ એક ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો છે.વરસાદનું સમયસર આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ખેડૂતો હવે ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કરશે, સારો વરસાદ થતાં ખેતી પણ સારી રીતે થશે તેવી આશા સેવાઇ રહી છે.