રાધનપુરની ચૂંટણી શાંતિમય રીતે પૂર્ણ
🎬 Watch Now: Feature Video
પાટણ: રાધનપુરની પેટા ચૂંટણી શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ છે. જેમાં કુલ મતદાન 62.95 ટકા થયું છે. તમામ EVM મશીનને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાયા છે. રાધનપુરની પેટા ચૂંટણી 326 મતદાન મથકો પર થઈ હતી. જેમાં મહત્વની બાબત એ રહી કે, સ્ત્રી અને પુરુષ મતદારોના મતદાનની ટકાવારીનો તફાવત માત્ર પાંચ ટકા જ રહ્યો છે. 65.69 ટકા પુરુષ મતદારો અને 59.99 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાધનપુર પેટા ચૂંટણીનું કુલ મતદાન 62.95 ટકા થયું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એ પણ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ચૂંટણી દરમિયાન શાંતિમય રીતે જળવાઈ રહે તે માટે 33 PSI, 4 Dysp, 4 PI, 450 પોલીસ જવાનો, 450 હોમગાર્ડ અને 4 કંપની સુરક્ષા જવાનોની ટીમને તૈનાત કરાઈ હતી.
Last Updated : Oct 21, 2019, 10:37 PM IST