ગઢડા પેટા ચૂંટણીઃ ધોળા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જાહેરસભા યોજાઇ - Reputation by-election 2020
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ધોળા ગામે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સભા મંત્રી મંડળના નેતાઓ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના ધારાસભ્યને ચૂંટાશે તો અણડોળનાત્મક કાર્યક્રમો જ આપશે અને સરકારને વગોવવાનું કામ કરશે, જયારે શાશક પક્ષના ધારાસભ્યને ચૂટશો તો તે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સફળ રહેશે. જો કે, કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાના તમામ કાર્યકર્મ રદ કર્યા હતા અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાના નિવાસસ્થાને જવા રવાના થયા હતા.