કોરોના ઈફેક્ટ: જામનગરમાં જનતા કરફ્યૂને સમર્થન, ST-ટ્રેનના પૈડા થંભી ગયા - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
જામનગર: વડાપ્રધાન મોદીની અપીલ પર આજે સમગ્ર દેશમાં લોકોએ જનતા કરફ્યૂ પાડ્યો છે. જામનગરમાં પણ લોકોએ જનતા કરફ્યૂનો સપોર્ટ કર્યો છે. ગુજરાતમાં 13 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. આ તકે જામનગરમાં લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. જિલ્લામાં અને શહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જનતા કરફ્યૂની અપીલને સારો પ્રતિસાદ મળ્યો છે. જેના પગલે જામનગર ડિવિઝનની 250 જેટલી બસ બંધ છે, તો એસટી વિભાગના 400 કર્મચારીઓને આજે રજા આપવામાં આવી છે. આ તકે જામનગરમાં લોકોએ જનતા કરફ્યૂને સંપુર્ણ સમર્થન આપી રહ્યાં છે.